ગોધરા રેલ્વે સ્ટેશનની દુર્ઘટના પછી ગુજરાતના અનેક વિસ્તારો – ભાગોમાં ફાટી નીકળેલા કોમી રમખાણો એ ગુજરાત તથા ભારતના ચહેરા પરના કલંક સમાન છે. આ ભીષણ કોમી રમખાણો ફાટી નીકળવાનું મુખ્ય કારણ પોલીસતંત્ર દ્વારા કાયદા અને વ્યવસ્થાના પાલનમાં દાખવવામાં આવેલ ગંભીર પ્રકારની બેદરકારી હતી. આ પુસ્તકમાં લેખકે ઘટનાસ્થળ પર ઉપસ્થિત એક ઉચ્ચ પોલીસ અધિકારીની હેસિયતથી બે જૂથો વચ્ચેના કોમી તોફાનો અને તે પછી પોલીસની સરેઆમ બેદરકારી છૂપાવવા અને અપરાધીઓને બચાવવા માટે કરવામાં આવેલા સરકારના આયોજનબદ્ધ પ્રયત્નોનો પર્દાફાશ કર્યો છે. કોમી રમખાણો દરમિયાન એમણે રજૂ કરેલા અહેવાલો અને તે પછી કોમી તોફાનોની તપાસ કરનાર તપાસપંચ સમક્ષ એમણે રાજકારણીઓ, પોલીસ અને નોકરશાહીની નિમ્ન કક્ષાની ભૂમિકાનો કરેલો પર્દાફાશ આ પુસ્તકની મુખ્ય બાબતો છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલા ખાસ તપાસ દળ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની કામગીરીને એમણે બહુ જ નજીકથી નિરખી અને અંતે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે એસ.આઈ.ટી.એ ગુનેગારોને તેઓના દુષ્કૃત્યો બદલ સજા કરવાને બદલે ગુનેગારોના બચાવ પક્ષે રહીને વકીલ તરીકેની કામગીરી બજાવી હોય એવું અનુભવાયું છે. ગુજરાતના કોમી રમખાણો અને તે પછીની પરિસ્થિતિઓને નજરે જોનાર સાક્ષી તરીકે લેખકે આ પુસ્તક પોતાના અંતરાત્માના બોજને હળવો કરવા માટે આલેખ્યું છે.
પડદા પાછળનું ગુજરાત Parda Paachhalnu Gujarat (Gujarati)
આર. બી. શ્રીકુમાર ગુજરાત કૅડરના સેવાનિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી છે. રાજ્યમાં જુદા જુદા ઉચ્ચ પદો પર ફરજો બજાવ્યા ઉપરાંત 9 એપ્રિલ 2002થી 18 સપ્ટેમ્બર 2002 દરમિયાન તેઓ ગુજરાતમાં ઇન્ટેજલિજન્સ વિભાગના અધિક પોલીસ મહાનિદેશક તરીકે રહી ચૂક્યા છે. આ જ કારણે તેઓએ ગુજરાતમાં ઘટેલી ઘટનાઓ અને તે પછી ઊભી થયેલી પરિસ્થિતિઓને બહુ જ નજીકથી નિહાળી અને તત્કાલિન રાજ્ય સરકારને સાથ નહીં આપવાના કારણસર તથા પંચ સમક્ષ સાચે સાચું બયાન આપવાના કારણે તેઓ સરકારના ઉગ્ર પ્રકોપનો શિકાર પણ બન્યા. જો કે અંતે સત્યનો જય થાય છે એ ઊક્તિ અનુસાર તેઓને અદાલત તરફથી ન્યાય તો મળ્યો જ!
₹235.00
Weight | 270 g |
---|---|
Dimensions | 8.5 × 5.5 × 0.7 in |
Binding | Paperback |
Edition | First |
ISBN-10 | 8172211007 |
ISBN-13 | 9788172211004 |
Language | Gujarati |
Pages | 238 |
Publish Year | 2019 |
Author |
R.B. Sreekumar, Former DGP Gujarat |
Publisher |
Pharos Media & Publishing Pvt Ltd |
Reviews
There are no reviews yet.