Bharitya aatankvaad no asli chehro
કરકરેના કાતિલો કોણ? ભારત મા આતંકવાદનો અસલી ચેહરો
લેખક : ઍસ. ઍમ. મુશરીફ (પૂર્વ આઇ. જી. પોલીસ, મહારાષ્ટ્ર)
ગુજરાતી અનુવાદક: મુહંમદ જમાલ પટીવાલા
પ્રકાશક : ફેરોસ મીડિયા ઍન્ડ પબ્લિશિંગ પ્રા. લિ. નવી દિલ્હી
રાજ્ય દ્વારા તેમજ રાજ્યેતર તત્ત્વોની રાજકીય હિંસા, અથવા આંતકવાદનો ભારતમાં ઍક લાંબો ઇતીહાસ રહ્યો છે. ૧૯૯૦ના અર્ધદર્શકમા હિંદુત્વ બળોની ઉન્નત્તિની સાથે મુસલમાનો પર ‘આતંકવાદ’ માં લિપ્ત હોવાના આરોપમાં તીવ્રતા અને ખૂબ વૃદ્ધિ આવી ગઈ અને કેન્દ્રમાં સત્તા – સિંહાસને ભાજપ ના ઉદયમાન થતા જ આ આરોપ સરકારી દ્રષ્ટિકોણ બની ગયો. ત્યાં સુધી કે ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) મીડિયાએ પણ સુરક્ષા એજન્સીઓના સ્ટેનોગ્રાફર ની ભૂમિકા અપનાવવાની સાથે જ, મુસ્લિમ આંતકવાદીઓનો દૃષ્ટિકોણ સ્વીકૃત હકીકત બની ગઈ, એટલે સુધી કે કેટલાક મુસલમાનોએ પણ આ જુઠા પ્રચાર પર વિશ્વાસ કરવાનું શરુ કરી દીધું.
નામાંકિત અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ સીનીયર પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે , જેમણે તેલગી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો, મહદ્દઅંશે પોલીસ સેવાના પોતાના લાંબા અનુભવ અને પ્રજક્ષેત્ર સાથે સંભંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પ્રોપેગન્ડા – સ્ક્રીન (પ્રચાર-પરદા)ની પાછળ નજર નાખી છે. તેમણ કેટલાક આશ્ચર્યચકિત કરી નાખે તેવી અને આઘાતજનક હકીકતો પ્રગટ કરી છે, અને તેમના અનોખા વિશ્લેષણે તથાકથિત ‘ઇસ્લામી-આંતકવાદ’ ના પાછળ રહેલા વાસ્તવિક અદાકારોને ખુલ્લા પાડયા છે. આ તેજ દુષ્ટ બળો છે, જેમણ મહારાષ્ટ્ર એ. ટી. એસ. ના વડા હેમંત કરકરેની હત્યા કરી હતી, જેમણે તેમને ખુલ્લા પાડવાનું સાહસ કર્યું , અને પોતાની હિંમત અને નિર્ભયતા તેમના સત્ય પ્રત્યે પ્રતિબદ્દતા ની કિંમત પોતાના પ્રાણની બાજી લગાવીને ચૂકવી .
Reviews
There are no reviews yet.